બાબરામાં એન્જોય ગ્રુપ દ્વારા ૩૧ જુલાઈ, ૨૦૨૫ના રોજ મોહમ્મદ રફી સાહેબને સંગીતમય શ્રદ્ધાંજલિ આપતી વિશેષ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. લુહાર જ્ઞાતિની વાડી ખાતે રાત્રે ૯ઃ૦૦ વાગ્યાથી શરૂ થનારા આ કાર્યક્રમમાં બાબરા સહિત અમરેલી, રાજકોટ અને ભાવનગરના પ્રતિભાશાળી કલાકારો ભાગ લેશે અને રફીના અમર ગીતો રજૂ કરશે. એન્જોય ગ્રુપ બાબરા ૧૯૯૩થી અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું સફળ આયોજન કરે છે. પૂર્વે રફી સ્વરાંજલિ ઉપરાંત ‘જી ટીવી ફેમ અંતાક્ષરી’, ‘ફેશન શો’, ‘કોન બનેગા કિસ્મત વાલા’, ‘એક શામ શહીદો કે નામ’, અને ‘બાબરા આઇડોલ’ જેવા કાર્યક્રમો દ્વારા સ્થાનિક પ્રતિભાને મંચ અપાયો છે.