બાબરામાં વાડીએ રહીને મજૂરી કરતી એક પત્નીને તેના પતિએ વહેલા જાગીને કામે ચડવાનું કહેતા લાગી આવ્યું હતું અને ઝેરી દવા પીધી હતી. આ અંગે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના ભીમીબેન રાકેશભાઇ જમરા (ઉ.વ.૨૮)એ જાહેર કર્યા મુજબ, તેમને તેના પતિએ વહેલાસર જાગીને ઘરકામ કરીને કામે ચડવા બાબતે ખીજાયા હતા. જેથી તેમને મનમાં ગુસ્સો આવતા તે પોતાની મેળે પોતાના શેઠની વાડીના મકાને માંડવીમાં છાંટવાની ઝેરી દવા પી જતા ઉલ્ટી-ઉબકા થવા લાગતા સારવારમાં દાખલ કરી હતી.