અમરેલી જિલ્લામાં અકસ્માતની વધુ બે ઘટના બની હતી. સાવરકુંડલામાં રહેતા શીવરાજભાઇ બાઘુભાઇ વાળા (ઉ.વ. ૩૪ )એ જાહેર કર્યા મુજબ, બાઢડા ગામ, આનંદ હોટલની બાજુમાં આવેલ પેટ્રોલ પંપ પાસેથી તેમના કાકા રામકુભાઈ નાજાભાઈ વાળા રહે.વિજયાનગર વાળા તેના હવાલાનુ ડિસ્કવર લઈને જતા હતા. તે દરમ્યાન પાછળથી ગ્રે કલરની ફોરવ્હિલ નં.ય્ત્ન-૧૪-મ્છ-૯૭૭૭ ના ચાલકે આવી ટક્કર મારી હતી. જેમાં ગંભીર ઈજા થવાથી મોત થયું હતું. બાબરા અને ચરખા ગામ વચ્ચેની માર્ગ અકસ્માતની એક ઘટના સામે આવી હતી, જેમાં બ્લુ કલરની ફોર વ્હીલ કારના ચાલકની બેફિકરાઈથી બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ, ચમારડી ગામના રહેવાસી સંદીપભાઈ ધનજીભાઈ પડસાળા તેમની બાઇક પર જયેશભાઇ માનસીંગભાઇ મકવાણા (ઉ.વ.૨૪) ને પાછળ બેસાડીને ચમારડીથી બાબરા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન, રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલી ‘ઓનેસ્ટ હોટલ’ નજીક એક હુન્ડાઇ કંપનીની બ્લુ કલરની ઓરા કારના ચાલકે તેમની ગાડી પૂરઝડપે અને બેફિકરાઈથી ચલાવતા પાછળ આવતું બાઇક આ ફોરવ્હીલ ગાડીની પાછળ જોરદાર રીતે અથડાયું હતું. અકસ્માત સર્જીને કારનો ચાલક સ્થળ પરથી નાસી ગયો હતો.







































