બાબરામાં સરકીટ હાઉસ ખાતે શહેર ભાજપ અને તાલુકા ભાજપની બેઠકનું આયોજન શહેર અને તાલુકાના પ્રભારી ભાવનાબેન ગોંડલીયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આવનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનાત્મક મજબૂતી અને કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ અને પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસીયા, બાબરા શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પરવાડીયા, તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ કલકાણી, શહેર ભાજપ મહામંત્રી જગદીશ વાવડીયા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ તથા જિલ્લા કિસાન મોરચા પ્રમુખ મુકેશભાઈ ખોખરીયા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ લલિતભાઈ આંબલીયા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ બુટાણી, સહિત શહેર અને તાલુકાના અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.