ડીવાયએસપી ચીરાગ દેસાઇ દ્વારા સૂચના અપાતા બાબરાના પીઆઇ કે.બી. જાડેજા તથા સ્ટાફે પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે દોડી જઇ જુદાજુદા વિસ્તારમાં આ અંગે તપાસ કરી હતી. પોલીસ દ્વારા બાબરા પંથકના અસામાજીક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી. જે પૈકી તપાસ દરમિયાન પાંચ શખ્સના ઘરે ગેરકાયદે વીજ જોડાણ ઝડપાયુ હતું. બાબરાના દાનેવનગરમાં રહેતા દિલીપ ધીરૂભાઇ ખાચર, ધારપરામાં રહેતા ફૈઝલ સતારભાઇ અગવાન, અમરાપરાના મફતનગરમાં રહેતા હિસ્ટ્રીશીટર સતનામસિંગ મહેન્દ્રસિંગ ટાંક તથા સતપાલસિંગ સતનામસિંગ ટાંકને ત્યાંથી ગેરકાયદે વીજ જોડાણ મળી આવ્યુ હતું. બાબરા તાલુકાના કરિયાણા ગામે બુટલેગર રાજુ લક્ષ્મણભાઇ જતાપરા અને જુગારના કેસમાં સંડોવાયેલા મનસુખ સોમાભાઇ સાકરીયાને ત્યાં પણ ગેરકાયદે વીજ જોડાણ મળતા કેબલ સહિતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો અને આ પાંચેય સામે બાબરા પોલીસ દ્વારા ઇન્ડિયન ઇલેકટ્રીસીટી એકટ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીને કારણે ફફડાટ ફેલાયો છે.