બાબરા શહેરમાં ભરવાડ સમાજના ઠાકર બાપાના પાઠનું ભવ્ય આયોજન વશરામભાઈ બાંભવાના મઢે કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભરવાડ સમાજના ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા જેનીબેન ઠુંમર, બાબરા કોંગ્રેસ શહેર પ્રમુખ ચિત્તરંજનભાઇ છાટબારે ખાસ હાજરી આપી હતી. ઉપરાંત ભરવાડ સમાજના આગેવાનો માંડણભાઈ બાંભવા, ખોડાભાઈ રાતડીયા, લાલાભાઈ મૂંધવા, મેરામભાઈ ગમારા, બચુભાઈ કરીર સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ધાર્મિક ભાવનાથી યોજાયો હતો, તેમ અમારા બાબરાના પ્રેસ પ્રતિનિધિ દિપક કનૈયાએ જણાવ્યું હતું .