બાબરામાં સૌપ્રથમવાર ઉડાન લેડીઝ ક્લબ દ્વારા ગેલેક્સી સિનેમા હોલ ખાતે ક્રાઇમ બનતા અટકાવવા માટે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગેલેક્સી સિનેમાના ઓનર જય શંકરદાદા તેરૈયાની પ્રેરણાથી આ કાર્યક્રમ યોજાયો હતો. આ સેમિનારમાં બાબરા ક્રાઇમ માર્ગદર્શક પ્રેરક પી.આઈ. જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ સેલના ભૂમિબેન જોષી (પી.એસ.આઈ.), બાબરા પી.એસ.આઈ. રાઠોડ, ગુજરાતના ક્રાઇમ કંટ્રોલ સેલના પ્રેસિડેન્ટ ભાવનાબેન તેમજ પોલીસ સ્ટાફ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને કાર્યક્રમનો લાભ લીધો હતો. મુન્નાભાઈ મલકાણનો પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ પ્રાપ્ત થયો હતો. કાર્યક્રમ પૂર્ણ થતાં ઉડાન લેડીઝ ક્લબના સંચાલક નીતાબેન સૂચક દ્વારા હાજર મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.