બાબરા શહેરની અનમોલ પાર્ક સોસાયટીમાં હનુમાન જયંતિના પાવન અવસરે હઠીલા હનુમાનજીના મંદિરમાં મૂર્તિ સ્થાપનનો ભવ્ય કાર્યક્રમ સોસાયટીના રહીશો દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સોસાયટીના તમામ રહીશોએ એકત્રિત થઈ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-પાઠ, હનુમાન ચાલીસાના પાઠ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરી હતી. મૂર્તિ સ્થાપનાના આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર સોસાયટીમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. રહેવાસીઓએ શ્રધ્ધાપૂર્વક હનુમાન ચાલીસાના પાઠ કરી સમગ્ર પરિસરને આધ્યાત્મિક રંગમાં રંગી દીધું હતું. આ પાવન દિવસે સૌ રહીશોએ એકમત થઈ હનુમાનજી પ્રત્યેની પોતાની અતૂટ ભક્તિ વ્યક્ત કરી હતી. મૂર્તિ સ્થાપનાની વિધિ પૂર્ણ થયા બાદ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં તમામ રહીશોએ ઉત્સાહપૂર્વક અને આનંદપૂર્વક ભાગ લીધો હતો. આ આયોજન દ્વારા અનમોલ પાર્ક સોસાયટીમાં ભક્તિ અને એકતાનો સુંદર સંદેશ પ્રગટ થયો હતો.