બાબરાના સુખપર ગામે એક પુરુષે ઘાસમાં છાંટવાની ઝેરી દવા પીધી હતી. જ્યારે નીલવડા ગામે એક પરિણીતાને આગલા ઘરની દીકરી સાથે બોલવાનું થતાં લાગી આવતાં ફિનાઈલ પીધું હતું. બનાવ અંગે સુખપર ગામના મોહનભાઈ ધરમશીભાઈ મકવાણા (ઉ.વ.૩૫)એ જાહેર કર્યા મુજબ, તેના પિતાને ઘણા સમયથી પગના સાંધાનો દુખાવો હતો. જેની દવા લેવા છતાં સારું નહોતું થયું. જેથી કંટાળી વાડીએ આવેલા રહેણાંક મકાને ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. નીલવડા ગામે રહેતા કિરણબેન મુકેશભાઈ ખાવડીયા (ઉ.વ.૨૭)એ જાહેર કર્યા મુજબ, તેમને તેના આગલા ઘરની દીકરી સાથે ઘરકામ બાબતે બોલવાનું થયું હતું. જેથી દીકરી રડવા લાગતાં તેમને લાગી આવ્યું હતું અને ઘરે રૂમમાં ફિનાઈલ પી લીધું હતું. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે આર દાંતી બંને કેસની તપાસ કરી રહ્યા છે.