બાબરા તાલુકાના સુખપુર ગામ ખાતે જિલ્લા પંચાયતના સભ્ય નીતિનભાઇ રાઠોડ દ્વારા આંગણવાડી કેન્દ્ર નં. ૪૯માં અચાનક સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન બાળકોને મળતા શુદ્ધ અને પોષણયુક્ત બે સમયના નાસ્તાની વ્યવસ્થા, બાળકો માટે બેસવાની વ્યવસ્થા અને સમગ્ર કેન્દ્રની સ્વચ્છતાની વિગતે તપાસ કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન આંગણવાડીમાં ખૂબ જ સારી સ્વચ્છતા, સુવ્યવસ્થિત કામગીરી તેમજ બાળકો માટે ગુણવત્તા વાળો નાસ્તો આપવામાં આવતો હોવાનું જોવા મળ્યું હતું. આ ઉત્તમ કાર્ય બદલ આંગણવાડીના સંચાલક અને સહાયક બહેનને અભિનંદન પાઠવ્યા હતા. આ ચેકિંગ દરમિયાન સુખપુર ગામના ભાજપ અગ્રણી યોગેશભાઈ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા.





































