બાબરાના વાવડા ગામે રહેતા એક યુવકે માનસિક બીમારીથી કંટાળી ઝેરી ટીકડા પીધા હતા. જેના કારણે તેનું મોત થયું હતું. બનાવ સંદર્ભે વિઠ્ઠલભાઈ કરમશીભાઈ રામાણી (ઉ.વ.૫૨)એ જાહેર કર્યા મુજબ, કિશોરભાઈ હરજીભાઈ રામાણી (ઉ.વ.૪૦)ને છેલ્લા પાંચ વર્ષથી માનસિક બિમારી હતી. જેથી કંટાળી અનાજમાં નાંખવાના ઝેરી ટિકડા ખાઈ જતાં મરણ પામ્યા હતા. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે સી સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.