બાબરાના તાલુકાના વાંકીયા ગામે ગ્રામ વિકાસને વેગ મળે તે હેતુસર અંદાજીત રૂ. ૫૦ લાખના વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના વરદહસ્તે ભવ્ય અને ઉત્સાહભર્યા માહોલમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનો, આગેવાનો તથા કાર્યકરોની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી હતી. કાર્યક્રમને સંબોધતાં ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે સતત પ્રતિબદ્ધ છે અને દરેક ગામમાં આધુનિક સુવિધાઓ પહોંચે તે દિશામાં સતત પ્રયત્નો થઈ રહ્યા છે. આ અવસરે જિલ્લા પંચાયતના સભ્ય, ગામના સરપંચ, પંચાયતના સભ્યો, સામાજિક આગેવાનો તથા ગ્રામજનોએ ધારાસભ્યનો આભાર માન્યો હતો.