બાબરા તાલુકાના લાલકા ગામે મકાન બાંધકામ દરમિયાન હવા-ઉજાસ માટે દીવાલમાં ભૂંગળા મૂકવાના ખાંચા કરવા મુદ્દે પાડોશીઓ વચ્ચે ઉગ્ર માથાકૂટ થઈ હતી. આ મામલે ત્રણ આરોપીઓએ મળીને ફરિયાદી, તેમના પિતા અને પત્ની પર હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. કિશોરભાઇ બાબુભાઇ સોલંકી (ઉ.વ.૪૫) એ લાલભાઇ બાવાભાઇ લાવડીયા, રાજુભાઇ બાવાભાઇ લાવડીયા તથા વિશાલભાઇ લાલભાઇ લાવડીયા સામે ફરિયાદ નોંધાવી હતી.