બાબરાના નડાળા ગામે ઘરની ડેલી પાસ પાર્ક કરેલી બાઇકની ચોરી થઈ હતી. બનાવ અંગે મૂળ મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના અને હાલ બાબરાના નડાળા ગામે રહેતા તથા કલરકામ કરતાં કિશનભાઈ ભગવાનભાઈ ગોયલે જાહેર કર્યા મુજબ, તેમણે તેનું મધ્ય પ્રદેશ પાસિંગની એમપી-૩૦-એમક્યૂ-૯૦૩૩ નંબરની મોટર સાયકલ ઘરની ડેલી પાસે પાર્ક કરી હતી. જેની અજાણ્યો ઇસમ ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હતો. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે એમ ડાંગર વધુ તપાસ કરી રહ્યા છે.