અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ધરાઈ ગામમાં આશરે ૩૫૦ વર્ષથી બિરાજમાન પુષ્ટિયાત્રા ધામ તરીકે ઓળખાતા શ્રી બાલમુકુન્દ પ્રભુને આંગણે ૧૨/૦૭/૨૦૨૫થી એક મહિનો ચાલનાર હિંડોળા ઉત્સવનો પ્રારંભ થશે. ૧૩/૦૭ના રોજ વ્રજકમલ મનોરથ, ૧૪/૦૭ના રોજ઼ છાક મનોરથ તથા ૧૫/૦૭ સુધી અલૌકિક મનોરથ યોજાશે. આ મનોરથમાં શ્રી બાલમુકુન્દ હવેલી ટ્રસ્ટ વતી વૈષ્ણવોને મનોરથના દર્શન તથા ઠાકોરજીનો મહાપ્રસાદ લેવા હાર્દિક નિમંત્રણ છે.