બાબરાના સુપ્રસિદ્ધ તાપડીયા આશ્રમ ખાતે પૂજ્ય ઘનશ્યામબાપુના સાનિધ્યમાં અને મુકેશભાઈ ખોખરીયાના અધ્યક્ષ સ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી વિરાટ હિન્દૂ સંમેલનની રૂપરેખા તૈયાર કરવાનો અને વિવિધ જવાબદારીઓ માટે સમિતિઓની રચના કરવાનો હતો.આયોજન મુજબ, આગામી ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ બપોરે ૨ઃ૦૦ કલાકે અમરેલી રોડ પર આવેલા જલારામ મંદિરથી એક ભવ્ય મહારેલી પ્રસ્થાન કરશે. આ રેલી સરદાર સર્કલ થઈ તાપડીયા આશ્રમ પહોંચશે, જ્યાં સંતોના સન્માન સાથે મુખ્ય સભા યોજાશે. કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. બેઠકના અંતે ઘનશ્યામબાપુએ સૌ ભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા.








































