અમરેલી એ.સી.બી. પોલીસે બાબરા સિટી સર્વે કચેરીના તત્કાલીન મેઇન્ટેનન્સ સિટી સર્વેયર, વર્ગ-૩, જયભાઈ અતુલભાઈ ગોંડલિયા વિરુદ્ધ રૂ.૨૫,૦૦૦ની લાંચની માંગણીનો ગુનો દાખલ કર્યો છે. ફરિયાદીના પ્લોટ્સના એકત્રીકરણ બાદ નવા સબ-પ્લોટ્સના પ્રોપર્ટી કાર્ડ કઢાવવા અને તેમાં નોંધ કરવા માટે આરોપીએ લાંચની માંગણી કરી હતી. ૩૧/૦૧/૨૦૨૨ના રોજ ગોઠવાયેલી ટ્રેપ નિષ્ફળ રહી હતી, કારણ કે આરોપીએ લાંચની રકમ સ્વીકારી ન હતી. ત્યારબાદ, વડી કચેરી દ્વારા હાથ ધરાયેલી પ્રાથમિક તપાસ અને હ્લજીન્ના વૈજ્ઞાનિક પુરાવાના આધારે લાંચની માંગણીનો ગુનો બનતો હોવાનું ફલિત થયું છે. આરોપીએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાહિત ગેરવર્તણૂક આચરી હતી. આ ગુનાની વધુ તપાસ ગીર સોમનાથ એ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. ગઢવી કરી રહ્યા છે.