બાબરા તાલુકાના ચમારડી ગામે નવનિયુક્ત સરપંચ તરીકે ચૂંટાયેલા દયાબેન જીવનભાઈ પીઢડીયાના નિવાસસ્થાને ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના હસ્તે સરપંચ સહિત ચમારડી ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા તમામ સભ્યોનું શાલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય જનકભાઈ તળાવીયા દ્વારા ચમારડી ગામને નવી સ્ટ્રીટ લાઈટ માટે રૂપિયા ત્રણ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જેથી ગ્રામજનોએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ તકે, હિંમતભાઈ દેત્રોજા, રાજુભાઈ વિરોજા, હિતેશભાઈ કલકાણી, જીવનભાઈ પીઢડીયા, ઠાકરશીભાઈ વસ્તરપરા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.