બાબરાના કોટડાપીઠા ગામે પરિણીતા પર દુષ્કર્મથી ચકચાર મચી હતી. આરોપી પતિના આ કાવતરામાં પત્નીએ પણ સાથ આપ્યો હતો. બનાવ અંગે પરિણીતાએ હાલ કોટડાપીઠા ગામે રહેતા મૂળ જૂનાગઢના બેલા ગામના શરદભાઈ મોહનભાઈ સાકળીયા તથા જયનાબેન શરદભાઈ સાકળીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, મહિલા તથા તેના પરિવાર સાથે આરોપીઓને છેલ્લા ચારેક વર્ષથી પારિવારિક સંબંધ હતા. મહિલા આરોપીઓને માતા-પિતા માનતી હતી તેમ છતાં આરોપીએ તેમને ઝાપટો મારીને તેના મમ્મી-પપ્પાને જાનથી મારવાની ધમકી આપી હતી. જયાબેન સાકળીયાએ તેની મરજી વિરુદ્ધ કપડા કઢાવી બળજબરીથી પકડી શેટીમાં સુવડાવી હતી. શરદભાઈ મોહનભાઈ સાકળીયાએ બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. બાબરા પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એમ. દેસાઈ વધુ તપાસ કરી રહ્યા છે.