બાબરાના ઉંટવટ ગામેથી પોલીસે દારૂ ની ૧૦૮ બોટલ ઝડપી પાડી હતી.
નરેશભાઈ ઉર્ફે નાગરાજ રવુભાઈ ધાધલે પાસ પરમીટ વગર તેમના મિત્ર રાજેન્દ્રભાઈ ઉર્ફે રાજનભાઈના રહેણાંક મકાને ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાંડની ૧૦૮ બોટલ ઉતારી હતી. પોલીસે રેઇડ પાડીને દારૂની બોટલો સહિત ૬૯,૩૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.એમ.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે. જાફરાબદા, બોરડી, નાના માચીયાળા, કેરાળા અને અમરેલીમાંથી એક-એક મળી કુલ પાંચ ઇસમો કેફી પીણું પીને ફરતા મળી આવ્યા હતા.