જાફરાબાદના બાબરકોટની પ્રાથમિક શાળામાં ‘મિશન સ્માઈલ’ અંતર્ગત જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં બાળકો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બાળકોને સુરક્ષિત સ્પર્શ, અસુરક્ષિત સ્પર્શ અને જાતીય શોષણ સામે સાવચેત રહેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અમરેલી જિલ્લાના પોલીસ અધિક્ષક સંજય ખરાત તથા સાવરકુંડલા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવીએ બાળકોને માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન બાબરકોટ પ્રાથમિક શાળા અને જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના સંયુક્ત પ્રયાસોથી કરવામાં આવ્યું હતું.