જીલ્લા વહીવટી તંત્ર તેમજ સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા તાલુકા કક્ષાની બાઢડા ગામે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચાયત કચેરી ખાતે સૌ પ્રથમ શાળાના બાળકો દ્વારા દેશભક્તિની કૃતિ તેમજ વિવિધ પોશાક પહેરીને વેશભૂષા રજુ કરવામાં આવી હતી. આ તિરંગા યાત્રા ગ્રામ પંચાયત કચેરીથી શરુ કરીને ગામના મુખ્ય માર્ગો પર ફરીને સનાતન આશ્રમ ખાતે પ.પુ જ્યોતિમૈયાના આશીર્વાદ લઈ ને યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી. આ ત્રિરંગા યાત્રામા તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા,ઉપપ્રમુખ પરશોતમભાઈ ઉમટ,ચેરમેન ઘુસાભાઈ વાણીયા, તેમજ તાલુકા પંચાયત સદસ્યો,તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ ડોબરિયા,માર્કેટિંગ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણી,જીલ્લા પંચાયતના સદસ્યો શરદભાઈ ગૌદાની, લાલભાઈ મોર,તાલુકા ભાજપ મહામત્રીઓ મુકેશભાઈ આદ્રોજા,પ્રકાશભાઈ પાનસુરીયા સહિતના આગેવાનો જોડાયા હતા.







































