સાવરકુંડલા તાલુકાના બાઢડા મુકામે એચ.એન. વિરાણી હાઇસ્કૂલમાં જિલ્લા કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઈ હતી. સ્પોટ્‌ર્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત-ગમત વિભાગ દ્વારા ૬૯મી જિલ્લા કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઇ હતી. જે અંતર્ગત બહેનોની ટીમમાં વિરાણી હાઇસ્કૂલ પ્રથમ, અન્ડર ૧૪ બહેનોની ટીમમાં બી.પી.જે. ગર્લ્સ હાઇસ્કૂલ ધારી દ્વિતીય, અન્ડર ૧૪  ભાઈઓની ટીમમાં ગુરુકુળ તરવડા પ્રથમ, અંડર ૧૪ ભાઈઓની ટીમમાં એચ.એન. વિરાણી હાઇસ્કૂલએ દ્વિતીય સ્થાન મેળવેલ હતું. અંડર ૧૭ બહેનોની ટીમમાં વિરાણી હાઇસ્કૂલ પ્રથમ અને વીપીજી ગર્લ્સ હાઇસ્કૂલ ધારી દ્વિતીય, તેમજ અંડર ૧૭ ભાઈઓની ટીમમાં ગુરુકુળ તરવડા પ્રથમ જ્યારે ભાઈઓની ટીમમાં વિરાણી સ્કૂલે દ્વિતીય સ્થાન મેળવેલ હતું. અંડર ૧૯ ભાઈઓ અને બહેનોની ટીમમાં એચ.એન. વિરાણી હાઇસ્કૂલ પ્રથમ, જ્યારે ગુરુકુળ તરવડા ભાઈઓની ટીમમાં દ્વિતીય અને વી.પી.જે. ગર્લ્સ હાઇસ્કૂલ ધારી બહેનોની ટીમમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે.