અમરેલી જિલ્લાના બાગાયતદાર ખેડૂતો માટે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અંતર્ગત મલ્ચીંગ, આંબા તથા જામફળ પાકની ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટિંગ મટીરિયલમાં સહાય, સરગવાની ખેતીમાં સહાય, તેમજ કાચા મંડપ, અર્ધપાકા મંડપ અને પાકા મંડપ માટે સહાય, શાકભાજી પાકોમાં હાઈબ્રીડ બિયારણ, વોટર સોલ્યુબલ ખાતર વગેરે જેવા વિવિધ ઘટકો માટે પૂર્વમંજૂરી આપવામાં આવી છે. આથી, જે ખેડૂતોને ઉપરોક્ત યોજનાઓ અંતર્ગત પૂર્વમંજૂરી પ્રાપ્ત થઈ હોય, તેમણે મોડામાં મોડા તા. ૨૦-૦૧-૨૦૨૬ સુધીમાં સંબંધિત ખરીદી કે વાવેતર કામગીરી પૂર્ણ કરીને તેના બિલો તથા જરૂરી સાધનિક/આધાર દસ્તાવેજો સરકારના i-Khedut પોર્ટલ (http://ikhedut.gujarat.gov.in) ના માધ્યમથી સમયમર્યાદામાં આૅનલાઈન અપલોડ કરવાના રહેશે.