બાંગ્લાદેશની વચગાળાની સરકારે બહિષ્કૃત વડા પ્રધાન શેખ હસીના સામે એક મોટું કાવતરું રચ્યું છે. ગુરુવારે, મોહમ્મદ યુનુસની કેબિનેટે એક નવા વટહુકમને મંજૂરી આપી હતી જે ગુપ્ત રીતે બહિષ્કૃત વડા પ્રધાન શેખ હસીના અને તેમના નજીકના ૧૫ સેવારત લશ્કરી અધિકારીઓને મૃત્યુદંડની સજા આપવાનો પ્રયાસ કરે છે. આ વટહુકમ એવા સમયે આવ્યો છે જ્યારે બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીના અને ૧૫ સેવારત લશ્કરી અધિકારીઓ માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે હાલમાં કેસ ચાલી રહ્યો છે.”આ એક ઐતિહાસિક કાયદો છે જે ખાતરી કરશે કે દેશમાં બળજબરીથી ગુમ થવાની ઘટનાઓ ફરી ક્્યારેય ન બને,” મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારના પ્રેસ સેક્રેટરી શફીકુલ આલમે સલાહકાર પરિષદ (કેબિનેટ) દ્વારા ડ્રાફ્ટને મંજૂરી આપ્યા બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે કાયદો કહેવાતા “આયનાઘર” જેવા ગુપ્ત અટકાયત કેન્દ્રોની સ્થાપનાને ગુનાહિત બનાવે છે અને કોર્ટોને આરોપો દાખલ કર્યાના ૧૨૦ દિવસની અંદર પ્રસ્તાવિત કાયદા હેઠળ વ્યક્તિઓ પર કેસ ચલાવવાની ફરજ પાડે છે. ડ્રાફ્ટ વટહુકમમાં બળજબરીથી ગુમ થવા જેવા ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવેલા લોકો માટે મૃત્યુદંડની જાગવાઈ છે.વચગાળાની સરકારે વટહુકમને મંજૂરી આપ્યા પછી, હવે તે રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનની સંમતિની રાહ જાઈ રહ્યું છે. ત્યારબાદ આ વટહુકમ ૧૫ લશ્કરી અધિકારીઓ, હસીના અને ભૂતપૂર્વ પોલીસ વડા સહિત હાંકી કાઢવામાં આવેલી સરકારમાં તેમના ઘણા સહયોગીઓ સામે લાગુ કરવામાં આવશે. ૧૬ ઓક્ટોબરના રોજ, બાંગ્લાદેશ ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલના મુખ્ય ફરિયાદીએ પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીના માટે મૃત્યુદંડની માંગણી કરી હતી, અને આરોપ લગાવ્યો હતો કે ગયા વર્ષના વિશાળ વિરોધ પ્રદર્શન દરમિયાન માનવતા વિરુદ્ધના ગુનાઓના તેઓ “મુખ્ય શિલ્પી” હતા.હસીના (૭૮) બાંગ્લાદેશમાં અનેક કેસોનો સામનો કરી રહી છે. દેશમાં એક વિશાળ વિદ્યાર્થી આંદોલન બાદ ગયા વર્ષે ઓગસ્ટમાં તેમને વડા પ્રધાન પદેથી દૂર કરવામાં આવ્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર કાર્યાલયના અહેવાલ મુજબ, ગયા વર્ષે ૧૫ જુલાઈથી ૧૫ ઓગસ્ટ દરમિયાન વિરોધીઓ સામે હસીના સરકાર દ્વારા આદેશ આપવામાં આવેલા સુરક્ષા કડક કાર્યવાહીને કારણે ૧,૪૦૦ લોકો માર્યા ગયા હતા.







































