બરવાળા બાવળ ગામે સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય પાટોત્સવ ઉજવાયો હતો. જેમાં વડિયા સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી સ્વામી આનંદ સ્વરૂપ દાસજી સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા. સાથે બરવાળા બાવળ ગામના સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો, હરિભક્તો સહિતના સેવકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ તકે આનંદ સ્વરૂપ દાસજી સ્વામીએ હરિભક્તોને કથાનું રસપાન કરાવ્યું હતું. જેમાં પૂજા અર્ચના, હવન મહાયજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.