બનાસકાંઠાનાગુંદરી હાઈવે પર સર્જાયેલા કમકમાટીભર્યા અકસ્માતમાં અજાણ્યા વાહનની ટક્કરે બાઇક સવાર યુવક-યુવતી બંનેના મોત થયા હતા. આ ટક્કર એટલી જારદાર હતી કે બંનેના માથાના ફૂરચા ઉડી ગયા હતા. આ બનાવના પગલે સ્થાનિકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ૧૦૮ને તરત જાણ કરી હતી. પણ અકસ્માત એટલો બયંકર હતો કે બંનેના મોત ઘટનાસ્થળે જ થઈ ગયા હતા અને ૧૦૮ આવી પહોંચી તે પહેલા જ તેમનું મોત થઈ ગયુ હતુ.
બનાવના પગલે પાંથાવાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે પંચનામુ કર્યુ હતુ અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ બંને યુવક-યુવતી કોણ હતા તેની પણ શોધખોળ આદરી છે. પોલીસનું માનવું છે કે આ યુવક અને યુવતી સ્થાનિક જ હશે અને તેની ટૂંક સમયમાં ખબર પડી જશે. પોસ્ટમોર્ટમ પછી તેમના સગાઓને તેમનો મૃતદેહ સોંપી દેવામાં આવશે.
તેની સાથે પોલીસે તેમને ટક્કર મારનારા અજાણ્યા વાહનની પણ શોધખોળ શરૂ કરી છે. આ માટે તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ શોધવાનું પોલીસે શરૂ કર્યુ છે. પોલીસનું માનવું છે કે ડ્રાઇવરે જે રીતે ટક્કર મારી છે તે જાતાં તે કદાચ નશામાં વાહન ચલાવતો હોય તેવી પૂરી સંભાવના છે. આ ઉપરાંત આટલી જારદાર ટક્કરના કારણે તેના વાહનને પણ નુકસાન ચોક્કસ થયું હશે. તેથી પોલીસે સીસીટીવી ફૂટેજની સાથે-સાથે તે વિસ્તારના ગેરેજામાં પણ આવેલા નુકસાન પામેલા વાહનોની તપાસ આરંભી છે.