બનાસકાંઠાના દિયોદર ગોદા નર્મદા કેનાલમાં સામૂહિક આત્મહત્યાના બનાવને લઈને ચકચાર મચી છે. જેમાં ચાર વ્યક્તિ દ્વારા આપઘાત કરવામાં આવતા આ વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.તપાસમાં ભાભરના બુરેઠા ગામની મહિલા સહિત ૨ બાળકોએ આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે.

જેમાં સાંતલપુરના મસાલી ગામના પુરૂષે કેનાલમાં ઝંપલાવ્યુ હતું. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા દિયોદર પોલીસ ઘટનાસ્થળે પોહંચી હતી અને તપાસ હાથ ધરી છે. દરમિયાન સ્થાનિક તરવૈયાની મદદથી ૪ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણમાં આપઘાત કરવામાં આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.બીજીતરફ મૃતદેહોને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.