ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (આઇડીએફ) એ હમાસ સામે ચાલુ જવાબી હુમલાના ભાગરૂપે હમાસ લશ્કરી વિંગના વડા મોહમ્મદ ડેઇફના પિતાના ઘર પર પણ બોમ્બમારો કર્યો હતો. ડીફને આતંકવાદી હુમલાનો મુખ્ય ષડયંત્રકાર માનવામાં આવે છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. આ સિવાય આઇડીએએફે બુધવારે કહ્યું કે તેણે ગાઝા પટ્ટીના પડોશમાં આવેલા અલ ફુરકાનમાં હમાસની ૨૦૦ થી વધુ જગ્યાઓને નિશાન બનાવી છે.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસએ બુધવારે સવારે પોસ્ટ કર્યું ‘છેલ્લા ૨૪ કલાકમાં આ વિસ્તારમાં ત્રીજા જવાબી હુમલો છે, જેમાં ૪૫૦ ટાર્ગેટ પર હુમલો કરવામાં આવ્યો છે.’
હમાસ-ઇઝરાયેલ યુદ્ધ તેના પાંચમા દિવસમાં પ્રવેશ્યું આઇડીએફે જણાવ્યું હતું કે, ઇઝરાયેલમાં આતંકવાદી સંગઠન દ્વારા રોકેટ અને ઓચિંતા હુમલામાં મૃત્યુઆંક વધીને ૧,૦૦૦ થી વધુ થયો છે. જેમાં ૨,૮૦૦ થી વધુ ઘાયલ થયા છે. અને ૫૦ ગુમ થયા છે અથવા બંધક બનાવ્યા છે. તેણે વધુમાં કહ્યું કે ગાઝામાંથી અત્યાર સુધીમાં ૪,૫૦૦ થી વધુ રોકેટ છોડવામાં આવ્યા છે.
ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ચાલુ પ્રતિશોધાત્મક આક્રમણના ભાગરૂપે હવાઈ હુમલામાં ૭૭૦ થી વધુ પેલેÂસ્ટનિયનો પણ માર્યા ગયા હતા, જેમાં ૪,૦૦૦ અન્ય ઘાયલ થયા હતા. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે મૃતકોમાં ૧૪૦ બાળકો અને ૧૨૦ મહિલાઓનો સમાવેશ થાય છે.એક દિવસ પહેલા, હમાસને કડક ચેતવણી આપતા, ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે ઇઝરાયેલે આ યુદ્ધ શરૂ કર્યું નથી, તે “તેનો અંત” કરશે.
નેતન્યાહુએ રાષ્ટÙને સંબોધનમાં કહ્યું, ‘ઈઝરાયેલ યુદ્ધમાં છે. અમે આ યુદ્ધ ઇચ્છતા ન હતા. તે ખૂબ જ ક્રૂર અને અસંસ્કારી રીતે અમારા પર લાદવામાં આવ્યો હતો. જા કે ઇઝરાયેલે આ યુદ્ધ શરૂ કર્યું ન હતું, પરંતુ ઇઝરાયેલ તેને સમાપ્ત કરશે.
તમને જણાવી દઈએ કે હમાસે ૭ ઓક્ટોબરે ઈઝરાયેલ પર ઓચિંતો હુમલો કર્યો હતો, જેમાં દેશના દક્ષિણી અને મધ્ય ભાગોમાં નાગરિકો પર રોકેટ તેમજ જમીન પર હુમલો કરવામાં આવ્યો હતો.