શુક્રવારે સ્થાનિક શેરબજારમાં ઘટાડો અટકી ગયો. કારોબારના અંતે, બીએસઇ સેન્સેક્સ ૨૫૯.૭૫ પોઈન્ટ ઉછળીને ૮૦,૫૦૧.૯૯ પર બંધ થયો. એ જ રીતે,એનએસઇનો નિફ્ટી પણ ૧૨.૫ પોઈન્ટના નજીવા વધારા સાથે ૨૪૩૪૬.૭૦ ના સ્તરે બંધ થયો. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ ૦.૪ ટકા ઘટ્યો હતો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં કોઈ ફેરફાર થયો નહોતો. ક્ષેત્રીય મોરચે, મીડિયા, ઉર્જા, આઇટી, તેલ અને ગેસ ૦.૩-૦૬ ટકા વધ્યા હતા, જ્યારે પાવર, મેટલ, ટેલિકોમ, ફાર્મા, રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૫-૧ ટકા ઘટ્યા હતા.
નિફ્ટીમાં અદાણી પોર્ટ્સ, ઇન્ડસઇન્ડ બેંક, બજાજ ફાઇનાન્સ, મારુતિ સુઝુકી, ટાટા સ્ટીલ સૌથી વધુ વધ્યા હતા, જ્યારે જેએસડબ્લ્યુ સ્ટીલ, આઇશર મોટર્સ, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, નેસ્લે ઘટ્યા હતા. તમને જણાવી દઈએ કે, લીલા નિશાનમાં ખુલ્યા બાદ શુક્રવારે ભારતીય શેરબજારોમાં ઘટાડો જાવા મળ્યો. બાદમાં બજાર સુધર્યું. અમેરિકાના રાષ્ટÙપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવી દિલ્હી સાથે સંભવિત વેપાર કરારની ચર્ચા કર્યા પછી બજારમાં સુધારો જાવા મળ્યો. સપ્તાહના અંતે નિફ્ટી ૫૦ અને સેન્સેક્સ અનુક્રમે ૧.૨૮% અને ૧.૬૪% ના વધારા સાથે બંધ થયા.
ચીને અમેરિકા સાથે સંભવિત વેપાર વાટાઘાટોનું મૂલ્યાંકન કરી રહ્યું હોવાનું કહ્યું તે પછી એશિયા-પેસિફિક બજારોમાં તેજી જાવા મળી. હોંગકોંગના બજારોમાં તેજી જાવા મળી. હેંગ સેંગ ઇન્ડેક્સ ૧.૭૪% વધીને ૨૨,૫૦૪.૬૮ પર બંધ થયો, જ્યારે હેંગ સેંગ ટેક ઇન્ડેક્સ ૩.૦૮% વધીને ૫,૨૪૪.૦૬ પર બંધ થયો.
જાપાનનો બેન્ચમાર્ક નિક્કી ૨૨૫ દિવસના અંતે ૧.૦૪% વધીને ૩૬,૮૩૦.૬૯ પર બંધ થયો, જ્યારે વ્યાપક ટોપિક્સ ઇન્ડેક્સ ૦.૩૧% વધીને ૨,૬૮૭.૭૮ પર બંધ થયો. દક્ષિણ કોરિયામાં, કોસ્પી ઇન્ડેક્સ ૦.૧૨% વધીને ૨,૫૫૯.૭૯ પર બંધ થયો, જ્યારે સ્મોલ-કેપ કોસ્ડેક ૦.૬૪% વધીને ૭૨૧.૮૬ પર બંધ થયો,