સાવરકુંડલા તાલુકાના બગોયા ગામે ગુજરાત રાજ્યન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગોસ્વામી સાધુ સમાજનાં ઘરઆંગણે પધાર્યા હતા. પૂ. ઈન્દ્રભારથી બાપુ(શ્રી પંચ દશનામ જુના અખાડા જૂનાગઢ)ના શિષ્ય ભીખુગીરી બાપુને ત્યાં શુક્રવારનાં રોજ સવારે ૯ઃ૦૦ કલાકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાયમાતાને ગોળ ખવરાવ્યો હતો. ભીખુગીરી બાપુએ રાજ્યપાલને ભગવી શાલ તેમજ રુદ્રાક્ષની માળા આપીને તેમજ તેમના મોટા દીકરા મહેશગીરી ગોસ્વામીએ પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા. તેમજ ભીખુગીરી બાપુની પૌત્રી વૃંદાબેને રાજ્યપાલનું ચિત્ર બનાવીને ભેટ આપી હતી. રાજયપાલે સાધુ સમાજના પરિવારજનો સાથે સંવાદ કર્યો હતો.