અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે ડુંગળીની આડમાં દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. ગ્રામ્ય એલસીબીએ કરોડોના દારૂ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. તારાપુરથી બગોદરા રોડ પરથી દારૂ ભરેલી ટ્રક પકડાઈ છે. જેમાં લાખો નહીં પરંતુ ૧.૨ કરોડ રૂપિયાના દારૂ સાથે ૧.૨૪ કરોડનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ કેસમાં બે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે અમદાવાદ ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી કે, વાપીથી એક ટ્રક આવી રહ્યો છે. જેના આધારે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ વોચ ગોઢવીને દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે બે આરોપીઓ ફરાર છે.
પોલીસે ટ્રકમાંથી ડુંગળીઓની આડમાં દારૂની ૭૦૦ કરતા વધારે પેટીઓ લઈ જવામાં આવી રહી હતી તે ઝડપી પાડી છે. આ જપ્ત દારૂની પેટીઓ સહિત ૧.૨૫ કરોડનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. દારૂ ક્્યાંથી આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
બગોદરા અરણેજ રોડ પરથી બગોદરા તરફ આવી રહેલી ટ્રકમાં ડુંગળીની આડમાં ભારતીય બનાવટનો ઇંગલીશ દારૂની હેરાફેરી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી છે. બગોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયો દારૂ ભરેલો ટ્રક અને અલગ અલગ બ્રાન્ડની ૭૦૦ દારૂની પેટી, નંગ બોટલ ૧૭૯૪૦ જેની કિંમત રૂપિયા ૧,૦૪,૭૨,૬૪૦ રૂપિયા થાય છે. તમામ મુદ્દામાલને બગોદરા પોલીસ સ્ટેશન ખાતે લવાયો છે. બગોદરા પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથધરી છે.