બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લી. ધારી શાખામાં સભાસદ એવા ગમનગીરી કાશીગીરી ગૌસ્વામીનું અચાનક અવસાન થતા તેમના વારસદારને મંડળી તરફથી બાજપાઈ સહાય નિધિ ચુકવવામાં આવી હતી. જેમાં રૂ. રપ હજારનો ચેક મંડળીના જનરલ એમડી નિતેષભાઈ ડોડીઆ, શાખા એમડી કેતનભાઈ ધકાણ, ડિરેકટર વિનુભાઈ પટોળીયા, એડવાઈઝરી બોર્ડ મેમ્બર ભરતભાઈ આમલસેડા, નીલેશભાઈ ઘેલાણી અને શાખા સેક્રેટરી વિજયભાઈ ચાવડા સહિતની હાજરીમાં આપવામાં આવ્યો હતો.