બગસરા શહેરના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા તા. ૬ને રવિવારના રોજ શ્રીરામજન્મોત્સવ નિમિતે શ્રીરામચંદ્ર ભગવાનની ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરેલ છે. બગસરા શહેરના તમામ સનાતની હિન્દુ સમાજના સાથ સહકારથી શહેરને શણગારવામાં આવ્યુ છે. ગામની દુકાનો પર મંડપનો શણગાર કરવામાં આવ્યો છે. રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રામાં સુંદર આકર્ષક શુશોભિત ટ્રેક્ટર પ્લોટ તેમજ રામચંદ્ર ભગવાનની મહાઆરતી તેમજ હનુમાન ચાલીસાના સમુહપાઠનું આયોજન કરેલ છે. આ શોભાયાત્રા આસોપાલવ સોસાયટીના શ્રી રામેશ્વર મહાદેવ્‌ના મંદીરેથી બપોરના ૨ઃ૩૦ થી પ્રસ્થાન કરી તિરુપતિ સોસાયટીમાંથી કુંકાવાવનાકા રોડ થઈ આપાગીગાના મંદીર પાસેથી વિજયચોકથી હોસ્પીટલ રોડ પરથી સરદાર ચોક થઈ પટેલવાડીએ જશે ત્યાં રામ ભગવાનની મહાઆરતી કરી સમૂહમા હનુમાન ચાલીસાના પાઠ કરી શોભાયાત્રાની પૂર્ણાહુતિ થશે.રામનવમીની હર્ષોલ્લાસથી ઉજવણી કરવા માટે હિન્દુ સમાજ દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. શહેરના મુખ્ય માર્ગ પર મંડપ નાખવામાં આવ્યા છે.