બગસરા મુકામે રમતગમત સ્પર્ધા અંતર્ગત અમરેલી જિલ્લાની વોલીબોલ સ્પર્ધાનું આયોજન મેઘાણી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અલગ અલગ વયજૂથના ભાઈઓની ૧૭ ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં અંડર-૧૯માં સાવરકુંડલા, અંડર-૧૭ બગસરા તેમજ અંડર-૧૪ ધારીની ટીમો વિજેતા ઘોષિત થઈ હતી. આ કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહિત કરવા જિલ્લા રમતગમત અધિકારી પુનમબેન કુમકીયા, ગુજરાત વ્યાયામ શિક્ષક સંઘના પ્રમુખ પી.ડી. માયાણી, શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાદરાણી, મેઘાણી હાઈસ્કૂલના પ્રિન્સીપાલ વી.કે. જેઠવા, તાલુકા રમતગમતના કન્વીનર શિક્ષક મનોજ મહીડા હાજર રહ્યાં હતા. આ સ્પર્ધાને સફળ બનાવવા માટે મેઘાણી હાઈસ્કૂલના શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.