બગસરા APMC ખાતે બગસરા તાલુકા ભાજપ તેમજ સહકાર પરિવાર દ્વારા “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” અભિયાનનો શુભારંભ થયો હતો. ધારી-બગસરા વિધાનસભા ધારાસભ્ય જે.વી. કાકડીયા તેમજ કાર્યક્રમના વક્તા ગુજરાત પ્રદેશ કિસાન મોર્ચા મહામંત્રી હિરેનભાઈ હિરપરા, દિવ્યેશભાઈ વેકરીયા, અમરેલી જિલ્લા ભાજપ મંત્રી મનોજભાઈ મહિડા, બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર, મહામંત્રી પ્રકાશભાઈ પરમાર, દેવરાજભાઈ રાંક તેમજ બગસરા માર્કેટિંગ યાર્ડ ચેરમેન કાંતિભાઈ વેકરીયા, વાઇસ ચેરમેન ઘનશ્યામભાઈ હિરપરા તેમજ અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય ધીરૂભાઈ માયાણી તેમજ બગસરા નગરપાલિકા પ્રમુખ એ.વી. રીબડીયા સહિત બગસરા તાલુકાના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે સ્વદેશી ઉત્પાદનોના પ્રોત્સાહન અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને આગળ વધારવા સૌને આહ્વાન કર્યું કે —“સ્વદેશી ખરીદો, દેશને બળ આપો.”









































