બગસરા બાયપાસ નજીક ફરી એકવાર હાઈવે વિભાગની બેદરકારીને કારણે ટ્રક નાળામાં ખાબકતા ટ્રકને ભારે નુકસાન થયું હતું. બગસરાથી અમરેલી માર્ગ પર પરફેકટ રેસ્ટોરન્ટ પાસે ખતરનાક વળાંક આવેલો છે. બે વર્ષ પહેલા અકસ્માત ન થાય તે માટે નાળાની ફરતે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી હતી પરંતુ આ પ્રોટેકશન વોલ બે વર્ષ પહેલા પડી જતાં આ નાળુ વાહનચાલકો માટે જાખમી બન્યું છે. બે વર્ષમાં અનેક અકસ્માતો થયા છે. જેમાં તા.૮ના રોજ વહેલી સવારે ગોંડલથી સીંગદાણા ભરેલો મહાકાય ટ્રક જેસર જવા નીકળ્યો હતો. પરફેકટ રેસ્ટોરન્ટ પાસે વળાંક લેતી વખતે ટ્રક નાળામાં ખાબક્યો હતો. જા કે કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી. આ ઘટનાની જાણ હાઈવેના અધિકારીઓને કરવામાં આવતા તેઓ પણ દોડી આવ્યા હતા. આ સ્થળે વારંવાર અકસ્માત થતા હોવા છતાં હાઈવે અધિકારીઓ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી ન હોવાથી લોકોમાં આક્રોશ ફેલાયો છે.







































