બગસરાથી અમરેલી બાયપાસ પાસે છેલ્લાં એક વર્ષથી નાળાની ફરતે બાંધેલી પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થઈ છે. આ દિવાલ બનાવવા માટે પાલિકા સદસ્ય અરવિંદભાઈ નળીયાધરા દ્વારા હાઈવે ઓથોરિટીને રજૂઆત કરવામાં આવી હતી આમ છતાં દિવાલ બનાવવામાં ન આવતા વારંવાર અકસ્માત થઈ રહ્યા છે. જેમાં ગોંડલથી ખોળ, મમરા ભરીને લઈ જતો ટ્રક નાળામાં ખાબકતા ટ્રકને નુકસાન થયુ હતું. જા કે અન્ય કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.