બગસરા તાલુકા અને શહેર ભાજપ દ્વારા સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત અનુસૂચિત જાતિ છાત્રાલયમાં પત્રિકા વિતરણ તેમજ ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો. પત્રિકા વિતરણ અને ગોષ્ઠી કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મંત્રી મનોજભાઈ મહીડા, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ રંજનબેન ગાહિલ, તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર, શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાદરાણી, એ.વી. રીબડીયા, મુળજીભાઈ મહીડા, મુકેશભાઈ પ્રજાપતિ, વિપુલ ભેંસાણીયા, જયેશભાઈ પંડયા સહિત તાલુકા અને શહેર ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા.