બગસરા તાલુકાના સાપર ગામના લોકોએ બિસ્માર રસ્તાઓના સમારકામની માંગ સાથે રસ્તા રોકો આંદોલન કર્યું હતું. સાપરથી બગસરા, સુડાવડ અને ઝાંઝરીયા જતા મુખ્ય માર્ગોની અત્યંત ખરાબ હાલતથી રોષે ભરાયેલા ગ્રામજનોએ એકઠા થઈને તંત્ર વિરુધ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ગ્રામજનોના જણાવ્યા મુજબ, માર્ગોની હાલત દયનીય છે અને અનેક રજૂઆતો છતાં કામ થયું નથી. બગસરા તરફના રસ્તાનું શરૂ થયેલું કામ પણ છેલ્લા બે મહિનાથી બંધ છે. ઘટનાની જાણ થતાં સરપંચ ધનસુખભાઈ સ્થળ પર પહોંચ્યા અને લોકોને સમજાવીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.