બગસરા તાલુકાના જૂના વાઘણીયા ગામે ગ્રામીણ સ્વાસ્થ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી અંદાજિત ૩૬ લાખ રૂપિયાના ખર્ચે નવનિર્મિત પેટા આરોગ્ય કેન્દ્રનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ધારી-બગસરા વિસ્તારના ધારાસભ્ય જે.વી. કાકડીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે અમરેલી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મનોજભાઈ મહીડા, તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન કાંતિભાઈ વેકરીયા સહિતના મહાનુભાવોએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. આ નવું આરોગ્ય કેન્દ્ર સ્થાનિક સ્તરે તબીબી સુવિધાઓ પૂરી પાડીને આસપાસના વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે