બગસરાના નવા જિનપરામાં રહેતા આસિફભાઈ પઠાણની નવ વર્ષની દીકરી નફિસાનું હૃદયરોગના હુમલાથી નિધન થતા અરેરાટી પ્રસરી જવા પામી હતી. બગસરાના નવા જિનપરામાં રહેતા આસિફભાઇ હારુનભાઈ પઠાણની દીકરી નફિસા ધો.૨ માં અભ્યાસ કરે છે. રવિવારે સવારે સવારના ૧૦ કલાકની આસપાસ ઘરે સૂતી હતી ત્યારે તેનો ભાઈ તેને ઉઠાડવા જતા નફિસાએ આંખ ન ખોલતા તેમણે તાત્કાલિક માતાને જાણ કરી હતી. માતાએ પણ નફિસાને ઉઠાડવાની કોશિશ કરતા નફિસા ઊઠતી ન હોવાથી નફિસાની માતાએ આસિફભાઈને જાણ કરતા આસિફભાઈ ૯ વર્ષની દીકરીને લઈ તાત્કાલિક દવાખાને દોડી ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ હૃદયરોગના હુમલાથી નફિસાનું અવસાન થયું હોવાનું જણાવતા સમગ્ર શહેરમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.