બગસરામાં સિનિયર સિટીઝન પરિવાર દ્વારા દર મહિને યોજાતી અનોખી મિટિંગના ભાગરૂપે, બાલમંદિર ખાતે જૂન મહિનામાં જન્મદિવસ ધરાવતા ૨૪ જેટલા વડીલોના જન્મદિવસની એક સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સિનિયર સિટીઝન પરિવારના પ્રમુખ નીરુબેન વેષ્ણવ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટના સંચાલક દેવચંદભાઈએ પણ હાજરી આપી હતી. આ ઉજવણીમાં તમામ વડીલોએ જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર એક સાથે ભોજનનો આનંદ માણ્યો હતો. આ સિનિયર સિટીઝન પરિવારમાં હાલ ૧૫૦ જેટલા વડીલો જોડાયેલા છે. જન્મદિવસની ઉજવણીમાં વડીલોના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા, અને તમામ વડીલો આ પ્રસંગે ખૂબ આનંદિત થયા હતા.