બગસરામાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વિદ્યાર્થી પારિતોષિક સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર અને ગિફ્ટ સાથે સન્માન કરાયું હતું. આ ઉપરાંત મહાનુભાવોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ તકે અમરેલી જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ મુકુંદભાઈ મહેતાએ હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્રહ્મ સમાજના પ્રમુખ વેણીશંકરભાઈ ધાંધિયા અને મંત્રી નંદલાલભાઈ બામટા સહિત સમગ્ર કારોબારીએ જહેમત ઊઠાવી હતી.







































