“હમ સબ હિન્દુ એક હૈ” ના નારા સાથે બગસરા શહેરમાં આગામી સમયમાં યોજાનાર ‘વિરાટ હિન્દુ સંમેલન’ અંતર્ગત તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ આયોજનના ભાગરૂપે તાજેતરમાં જાનકી આશ્રમ ખાતે શહેરના વિવિધ વિસ્તારોના અગ્રણીઓની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નટવરનગર, અમરપરા, અને ગાયત્રીનગર સહિતના અનેક વિસ્તારોને એકત્રીત કરી “વિવેકાનંદ વસ્તી” એવું ઉપનામ આપવામાં આવ્યું છે. હિન્દુ સમાજની એકતા અને સામાજિક સદભાવનાના ઉમદા હેતુ સાથે ‘જય ભવાની હિન્દુ જાગરણ સમિતિ’ની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં પ્રમુખ તરીકે મહેશભાઈ વ્યાસની નિમણૂક સાથે અન્ય હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવી છે. ટૂંક સમયમાં જ વિવેકાનંદ વસ્તીમાં યોજાનારા આ ભવ્ય સંમેલનની તારીખ જાહેર કરવામાં આવશે.