આગામી રવિવારે, ૬ જુલાઈ, ૨૦૨૫ ના રોજ બગસરા શહેરમાં શિવ બાબા માનવસેવા ગ્રુપ અને બાળકેળવણી મંદિર દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ સવારે ૮ઃ૦૦ વાગ્યાથી બપોરના ૧ઃ૦૦ વાગ્યા સુધી ચાલશે. આ રક્તદાન કેમ્પ ગોલોકવાસી દિવાળીબેન રવજીભાઈ રાઠોડ તથા તેમની દીકરી ગોલોકવાસી ચંદાબેન રવજીભાઈ રાઠોડના સ્મરણાર્થે યોજાઈ રહ્યો છે. ડો. જીતેનભાઈ કિશોરભાઈ રાઠોડ (બાલમુકુંદ હોસ્પિટલ) ના પરિવારના આર્થિક સહયોગથી આ માનવસેવાનું કાર્ય શક્ય બન્યું છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, અમરેલીના સહયોગથી આયોજિત આ કેમ્પમાં વધુને વધુ રક્તદાતાઓ રક્તદાન કરવા આવે તેવી આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે. રક્તદાન કરનાર દરેક વ્યક્તિને સન્માન પત્ર અને યાદગીરી રૂપે ભેટ આપવામાં આવશે. કેમ્પનું સ્થળ બાળ કેળવણી મંદિર, પોલીસ સ્ટેશનની બાજુમાં, બગસરા રાખવામાં આવ્યું છે. આ કેમ્પ અંગે વધુ માહિતી માટે પંકજભાઈ ગાંગડીયાનો સંપર્ક કરી શકાય છે.