બગસરા ખાતે આજરોજ સરકારી હોસ્પિટલમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં અવ્યું હતુ. જેમાં ૪૦૦થી વધુ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. બગસરામાં આવેલી સરકારી હોÂસ્પટલ ખાતે સવારના ૯ કલાકે આગેવાનોએ દીપ પ્રાગટ્ય કરી સર્વરોગ નિદાન કેમ્પને ખુલ્લો મુક્યો હતો. આ કેમ્પમાં ગાયનેક, પીડીયાટ્રીશીયન, માનસિક, ફીઝીશીયન, સ્કીન અને જનરલ ઓપીડીના ડોકટરો હાજર રહ્યાં હતા. બગસરા સરકારી દવાખાને સર્વરોગ નિદાન કેમ્પ હોવાથી સવારથી જ દર્દીઓએ લાઈન લગાવી હતી. જેમાં ૪૪૪ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. ડોકટરોએ તમામ દર્દીઓને તપાસી જરૂરી દવાઓ સરકારી દવાખાનામાંથી જ આપવામાં આવી હતી.









































