મૂળ વિસાવદરના અને હાલ જૂનાગઢમાં રહેતા નવાજભાઈ હનીફભાઈ શાહમદાર (ઉ.વ.૨૭)એ બગસરામાં રહેતા કાદરભાઈ કાળવાતર સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ તથા ત્હો.કાદરભાઇ બન્ને અગાઉ ભાગીદારીમાં ધંધો કરતા હતા. તેમણે અગાઉ કાદરભાઇ પાસેથી પૈસા લીધા હતા. જેથી કાદરભાઇએ તેમને પોતાના ઘર પાસે બોલાવી બાકી પૈસાની માંગણી કરી ગાળો આપી હતી. કાદરભાઇના ભત્રીજા મોઇને તેમની પાસેથી તેનું એક્ટિવા આચંકી લીધું હતું. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એક્ટિવાની ડેકીમાં રહેલા રૂ.૧૦,૦૦૦ તથા એક્ટિવા કિં.રૂ.૮૦,૦૦૦ બળજબરીથી આંચકી લીધા હતા. ચારેય જણાએ તેમને ઢીકાપાટુનો મુંઢમાર મારેલ હોય જેથી લાગી આવતા ફિનાઇલની ટીકડીઓ પી ગયા હતા. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ. એચ. મીગ વધુ તપાસ કરી રહ્યા છે.