આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક ડો. પ્રવીણભાઈ તોગડીયાએ બગસરાની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે હિન્દુત્વના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. શહેરના નીલકંઠ ટીવીએસ શોરૂમ ખાતે હિતેશભાઈ જોશીના નિવાસસ્થાને આયોજિત આ બેઠકમાં, ડો. તોગડીયાએ લોકોને ‘હનુમાન ચાલીસા ગ્રુપ’ બનાવીને મોટી સંખ્યામાં હનુમાન ચાલીસાના પાઠ કરવા અને હિન્દુત્વને ઉજાગર કરવા માટે પ્રેરણા આપી હતી. આ પ્રસંગે, બગસરા શહેરના રાષ્ટ્રીય બજરંગ દળની નવી કારોબારીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વિજયભાઈ હુંબલને શહેર પ્રમુખ, ભુપતભાઈ રંગપરાને ઉપપ્રમુખ, હાર્દિકભાઈ બામટાને મંત્રી અને કનુભાઈ વ્યાસને સહમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. નવી રચાયેલી ટીમે ફૂલહારથી પ્રવીણભાઈનું સ્વાગત કર્યું હતું.