અમરેલી જિલ્લાના બગસરામાં કુંકાવાવ નાકા વિસ્તારમાંથી પોલીસે રાજ્ય સરકારના જાહેરનામાનો ભંગ કરી પ્રતિબંધિત નશીલા પદાર્થોના સાધનોનું વેચાણ કરતા એક શખ્સને ઝડપી પાડ્‌યો હતો. ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા પ્રતિબંધિત આદેશો હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. બગસરા પોલીસે કુંકાવાવ નાકેથી બાતમીના આધારે તપાસ કરતા, એક આરોપી આ જાહેરનામાનો સરેઆમ ભંગ કરતો મળી આવ્યો હતો. તેની પાસેથી BONGCHIE PERFECT ROLL કંપનીના ‘ગોગો સ્મોક કોન’ ના નાના ખોખા નંગ-૦૫ (કુલ કિંમત રૂ. ૭૫) નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં આ પ્રકારના સ્મોક કોન રાખવા બદલ પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. બગસરા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ. જે. બાલતરા વધુ તપાસ કરી રહ્યા છે.